- text
સમગ્ર રાજ્યમાં સંસ્કૃતિના જતન માટે મોરબીનું સાર્થક વિદ્યામંદિર અગ્રેસર
મોરબી : ગુજરાત સરકારના રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી દ્વારા બાળ નાટ્ય/નૃત્ય નાટીકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાચીન ભવાઈ વેશ “જસમા ઓડણ” રજૂ કરવામાં આવ્યો હતો.
- text
આ કાર્યક્રમમાં બાળ કલાકારોએ પોતાની આગવી કલાથી ઉત્તમ ભાવ પ્રગટ કર્યા હતા. અને સમગ્ર રાજ્યમાં દ્વિતીય ક્રમાંક મેળવ્યો. આ સમગ્ર નૃત્ય નાટીકાના ડાયરેક્ટર સાર્થક વિદ્યામંદિરના રવિરાજભાઇ પૈજા છે. જેઓએ વિદ્યાર્થીઓને સમગ્ર તૈયારી કરાવી હતી. સત્ય ઘટના પર આધારિત આ નૃત્ય નાટીકાના સંવાદ અને સંગીત અને નાટકના દિગ્દર્શક મોરબીના જાણીતા કલાકાર પ્રાણજીવનભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે આ સિદ્ધિ બદલ સાર્થક પરિવાર અને સમગ્ર મોરબી જિલ્લા માટે આ આનંદ અને ગર્વની લાગણી અનુભવી રહ્યું છે.
- text