- text
મોરબી : મોરબી જિલ્લાના વાઘપર ગામ સમસ્ત દ્વારા તારીખ 2-11-2024ને શનિવારના રોજ બેસતા વર્ષની રાત્રે 9 કલાકે હનુમાનજી મંદિર મેદાન વાઘપર ખાતે મહાન ઐતિહાસિક નાટક સમ્રાટ હર્ષ યાને ગરીબોનો બેલી તથા જીવણ શેઠની જમાવટ કોમિકનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ પુણ્ય કાર્યમાં સહભાગી થવા તેમજ યુવાનોને પ્રોત્સાહન આપવા વાઘપર ગામ સમસ્ત દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
- text