- text
દિવાળીની ખરીદીમાં આવતા અનેક લોકોના પાકીટ ચોરાયા
મોરબી : મોરબીમાં દિવાળીના તહેવારની ખરીદીનો માહોલ બરાબરનો જામ્યો છે ત્યારે ભીડનો લાભ લઇ ખિસ્સાકાતરુંઓ કસબ અજમાવી રહ્યા છે અને છેલ્લા ચાર દિવસમાં જ અનેક લોકોના પાકીટ ચોરાઈ ગયા છે. આજે પણ બપોર સુધીમાં જ બે લોકોના પાકીટ ચોરાઇ ગયા હતા.
- text
મોરબી શહેરમાં છેલ્લા અઠવાડિયાથી દિવાળીની ખરીદી નીકળતા નહેરુ ગેઇટ ચોક, મુખ્ય બજાર, લોહાણાપરા, જુના બસસ્ટેન્ડ રોડ ઉપર ભારે ભીડ જામી રહી છે ત્યારે ભીડનો લાભ લઇ લોકોના ખિસ્સા હળવા કરવા ખિસ્સાકાતરું ગેંગ સક્રિય બની હોય તેમ છેલ્લા ચાર દિવસમાં રોજે રોજ પાકીટ ચોરાઈ જવાની ઘટના બની રહી છે. આજે બુધવારે પણ બજારમાં ભારે ભીડ ઊમટતા બે લોકોના પાકીટ ચોરાઈ ગયા હતા. આ સંજોગોમાં પોલીસ ખાનગી ડ્રેસમાં બજારમાં ફરી આવા પાકીટમારોને પકડી પાડે તેવી માંગ ઊઠવા પમી છે.
- text