હળવદના જુના દેવળીયા ગામે વોડકા અને બિયર સાથે એક ઝડપાયો

- text


હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના જુના દેવળીયા ગામે મોતીનગર વિસ્તારમાં આવેલ વોકળામા બાતમીને આધારે દરોડો પાડી આરોપી રાજેશ ઉર્ફે રાજુ કિશોરભાઈ દેગામા ઉ.26 નામના શખ્સને કિંગ ફિશર બિયરના 24 ટીન કિંમત રૂપિયા 2400 તેમજ વોડકાની 180 મિલીની 13 બોટલ કિંમત રૂપિયા 1200 મળી કુલ રૂપિયા 3600ના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text