- text
તલાવીયા શનાળા ગામની સીમમાં ફટાકડા બાબતે દંપતી વચ્ચે ઝઘડો થતા બન્યો હતો બનાવ
મોરબી : મોરબી તાલુકાના તળાવીયા ગામની સીમમા ફટાકડા ખરીદવા અને ફોડવા મામલે પત્નીએ પતિને ઠપકો આપતા આપતા ઉશ્કેરાયેલ પતિએ પત્નીને લાકડાનો ધોકો ફટકારી મોતને ઘાટ ઉતારી દેતા આ બનાવમાં પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી લીધો હતો.
- text
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના તળાવીયા શનાળા ગામની સીમમાં સોફ્ટન કાર્બન ઇન્ડસ્ટ્રિઝ નામના કારખાનામા તા.28ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં ભુરીબેન નરબેસીંગ બગ્ગાસીંગ મેડાએ તેણીના પતિ આરોપી નરબેસિંગ ભગ્ગાસિંગ મેડાને ફટાકડા લેવા માટે રૂ.500 આપેલ હોય જે બધા પૈસાના આરોપી નરબેસિંગે ફટાકડા લઇ ફોડી નાખતા ઝઘડો થતા પતિ નરબેસિંગે ભુરીબેનને માથામાં લાકડાના ધોકા વડે માર મારતા ભુરીબેનનું મૃત્યુ નીપજ્યું હતું.વધુમાં મોરબી તાલુકા પોલીસે આ બનાવમાં સંડોવાયેલ આરોપી નરબેસિંગ ભગ્ગાસિંગ મેડાને ગુન્હાના કામે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
- text