ખેતી પાકને લઈ રિ-સર્વે કરાવવા હળવદના ચાર ગામની મામલતદારને રજૂઆત

- text


ગ્રામ સેવકો પોતાની મનમાની કરીને યોગ્ય સર્વે ન કર્યો હોવાનો આરોપ

હળવદ : રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકની નુકસાની અંગે ખાસ રાહત પેકેજ જાહેર કર્યું છે. ત્યારે આ અંગે હળવદ તાલુકાના ચાર ગામ દ્વારા પાક નુકસાનીનો રિ-સર્વે કરાવવા મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ, જુના દેવળીયા, અજીતગઢ અને નવા ઘાંટીલા ગ્રામ પંચાયત દ્વારા મામલતદારને રજૂઆત કરીને જણાવાયું છે કે, ખેડૂત ખાતેદારોના ખેતરમાં ગ્રામ સેવક દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો પરંતુ આ સર્વેમાં ગ્રામ સેવકે પોતાની મનમાની કરી યોગ્ય સર્વે કર્યો નથી. જેથી આ ચાર ગામના સરપંચ અને ગામના ખેડૂતોએ આ સર્વે કરવાની ના પાડી હતી. કારણ કે જ્યારે ગ્રામ સેવક ગામમાં સર્વે કરવા આવ્યા હતા ત્યારે ગ્રામ સેવકોએ ખેડૂતોને જણાવેલ કે જે ખેતરમાં 33 ટકાથી વધારે નુકસાની હોય તે જ ખેતરોનું સર્વે કરવામાં આવશે. જેથી સરપંચો તેમજ ખેડૂત ખાતેદારોનું કહેવું છે કે ભારે વરસાદ પડવાથી પાકોમાં ફાલ ખરી જવા, જીંડવા કાળા પડી જવા, છોડ બળી જવા, તેમજ સુકાઈ જવાના કારણે ખેડૂતોને આશરે 80 થી 90 ટકા જેટલું નુકસાન છે. અમુક ગામોમાં ગ્રામ સેવકોએ યોગ્ય સર્વે કર્યો નથી. જેથી હળવદ તાલુકાના આ ગામોમાં રિ-સર્વે કરાવી સરકારના ધારા-ધોરણો મુજબ ખેડૂતોને નુકસાનીનું યોગ્ય વળતર ચુકવવામાં આવે તેવી માગ કરાઈ છે.

- text

- text