મોરબી અપડેટ આયોજિત રંગોળી સ્પર્ધામાં રજુ થઈ એકથી એક ચડાયતી રંગોળીઓ..

- text


વિજેતાઓને પારેખ જવેલર્સ દ્વારા સોના-ચાંદીના ઈનામોથી સન્માનિત કરાયા

મોરબી : મોરબી અપડેટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દિવાળી નિમિત્તે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ગઈકાલે તારીખ 27 ઓક્ટોબર ને રવિવારે અગિયારસના દિવસે મોરબીના શનાળા સ્થિત સરસ્વતી શિશુમંદિર ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રંગોળી સ્પર્ધામાં 60થી વધુ સ્પર્ધકોએ પોતાની કલાના કામણ પાથર્યા હતા અને એકથી એક ચડિયાતી રંગોળીઓ તૈયાર કરી હતી.

મોરબી અપટેડ આયોજિત આ રંગોળી સ્પર્ધામાં 7 વર્ષથી લઈને મોટી ઉંમરના મહિલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં વિજેતા થનારને સોના-ચાંદીના ઈનામો આપવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ નંબર મેળવનાર દેવાંશી પરમારને સોનાની બુટ્ટી, બીજો નંબર મેળવનાર પારૂલ અમીપરા અને ત્રીજો નંબર મેળવનાર યશ્વી પરમારને પેન્ડલ આપવામાં આવ્યા હતા જ્યારે અન્ય પાંચ જેટલા સ્પર્ધકો મીરા છત્રાળા, હીનાબા જાડેજા, પાયલ મોરડીયા, ગાયત્રી રાઠોડ અને હીરવા આગલને પ્રોત્સાહક ઈનામો આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે રમણીકભાઈ બરાસરા અને ભુદરભાઈ ઠોરીયાએ સેવા આપી હતી.

આ રંગોળી સ્પર્ધાના કાર્યક્રમમાં શશાંકભાઈ દંગી, શિશુમંદિરના સુનિલભાઈ પરમાર, હરકિશનભાઈ અમૃતિયા, તુષારભાઈ,પારેખ જ્વેલર્સના હીનાબેન પરહ અને ફોરમબેન પારેખ પણ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં કાજલબેન ચંડીભમર, ધરતીબેન બરાસરા, મયુરિબેન કોટેચા, નિરાલી વિડજા, અલકાબેન દવે, ઉષાબેન પંડ્યા, ભવિકાબેન જગોદરા, ક્રિષ્નાબા સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી

- text

- text