હળવદના રાતાભે અને રણમલપુર ગામમાં સરકારી યોજનાની જનજાગૃતિ માટે લોકડાયરો યોજાયો

- text


‘સેવા સેતુ’, ‘એક પેડ માં કે નામ’ વિવિધ કાર્યક્રમોની લોકગીતો સાથે લોકોને માહિતી અપાઈ

હળવદ : મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકોમાં જનજાગૃતિ વધે, સમાજમાં સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર વધે તે માટે વિવિધ લોકડાયરાનું આયોજન કરવામાં આવતું હોય છે. વિવિધ લોક કલાકારોને પ્રોગ્રામની ફાળવણી નિયમાનુસાર કરવામાં આવતી હોય છે.

હળવદ તાલુકાના રાતાભે ગામે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન, સેવા સેતુ અને એક પેડ માં કે નામ વિશે લોકોને માહિતગાર કરાયા હતા.

આ ઉપરાંત રણમલપુર ગામમાં લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. આ બંને કાર્યક્રમમાં લોકગીતોનો ગ્રામ સરપંચ 200થી વધુ ગ્રામજનોએ આસ્વાદ માણ્યો હતો. તેમજ કાર્યક્રમના અંતે લોક કલાકાર ધીરૂભા ભૂરાભા ગઢવીને રાતાભે ગ્રામ પંચાયત અને રણમલપુર ગ્રામ પંચાયત દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.

- text

- text