ધારાસભ્ય અમૃતિયાની ગ્રાન્ટમાંથી ડો. સતિષ પટેલનું પુસ્તક શાળાઓમાં અર્પણ

- text


ડો. સતિષ પટેલનું એકડે એકથી પેરેન્ટિંગ પુસ્તક પ્રાથમિક શાળાઓમાં અર્પણ કરાયા

મોરબી : મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ગ્રાન્ટમાંથી ડો. સતિષ પટેલનું પુસ્તક એકડે એકથી પેરેન્ટિંગના 500 જેટલા પુસ્તકો પ્રાથમિક શાળાઓમાં અર્પણ કરવામાં આવ્યા છે.

પેરેન્ટ એટલે માતા-પિતાનું હોવું અને પેરેન્ટિંગ એટલે માતા-પિતાનું સંતાનના ઉછેર અર્થે કાર્યરત રહેવું, સંતાનના સર્વતોમુખી, સર્વતોભદ્ર વિકાસ અર્થે પ્રવૃત રહેવું વગેરે બાબતો પર પ્રકાશ પાડતું અને પેરેન્ટિંગની એબીસીડી, પેરેન્ટિંગની વિવિધ શૈલી, પેરેન્ટિંગની બુનિયાદી શરતો, આર્ટ ઓફ પેરેન્ટિંગ, પેરેન્ટિંગને પડકારતી સમસ્યાઓ અને તેના ઉકેલ, ટીનેજર્સના હાથમાં મોબાઈલ: વાંદરાના હાથમાં નિસરણી? પેરેન્ટિંગ ટીનેજર્સ વગેરે વિષયો પર ડો.સતિષ પટેલ પોતાના ચિકિત્સક તરીકેના વર્ષોના અનુભવના નિચોડરૂપે વિવિધ ઉદાહરણો આપી લખેલું એકડે એકથી પેરેન્ટિંગ પુસ્તક મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ગ્રાન્ટમાંથી 500 પુસ્તકો મોરબી-માળીયા વિધાનસભા ક્ષેત્રમાં આવતી તમામ સરકારી પ્રાથમિક શાળામાં કુલ 500 પુસ્તક અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે ડો.સતિષ પટેલ અને કોમનમેન ફાઉન્ડેશન-મોરબીએ કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ.મહેતા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચર તેમજ આ પુસ્તકની ગ્રાન્ટ ફાળવવામાં મદદરૂપ થયેલા જિલ્લાના તમામ અધિકારીઓનો ડો.સતિષ પટેલે ઋણ સ્વીકાર કર્યો છે.

- text

- text