મોરબીમાં બેકાબુ સ્વીફ્ટ કારે અનેક વાહનોને હડફેટે લીધા 

- text


લાતી પ્લોટમાં કાર ફસાઈ જતા વાહન ચાલક કાર રેઢી મૂકી નીકળી ગયો 

મોરબી : મોરબીમાં સરદારબાગ સામેની શેરીમાં બેકાબુ સ્વીફ્ટ કારે આજે અનેક વાહનોને હડફેટે લઈ ઉત્પાત મચાવ્યો હતો. જો કે બાદમાં આ કાર કાદવમાં ફસાઈ જતા તેને રેઢી મૂકી કાર ચાલક નીકળી ગયાનું જાણવા મળી રહ્યું છે.

- text

પ્રાપ્ત વિગતો અનુસાર શનાળા રોડ ઉપર સરદારબાગ સામે પેટ્રોલ પંપ વાળી શેરીમાં એક બેકાબુ સ્વીફ્ટ કારે બે જેટલી ગાડી, ત્રણેક જેટલા બાઇક અને એક રીક્ષાને હડફેટે લીધી હતી. જેમાં એક વ્યક્તિને સામાન્ય ઇજા પણ પહોંચી હતી. બાદમાં આ કાર લાતી પ્લોટ નં.6 પાસે કાદવમાં ફસાઈ ગઈ હતી. જેથી કાર ચાલક કાર મૂકી નીકળી ગયો હતો. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા આ જ શેરીમાં અન્ય એક બેકાબુ કાર બેંકના શટર સામે ભટકાઈ હતી.

- text