ટંકારા પાસે હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં ઝડયાયેલા એક આરોપીએ પોતાનું ખોટું નામ આપ્યાનો ધડાકો

- text


આરોપી સામે પોલીસને ગુમરાહ કરવાની કલમ પણ ઉમેરાઇ

મોરબી : ટંકારા પાસે હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં ઝડયાયેલા આરોપીએ પોતાનું ખોટું નામ આપ્યાનો ધડાકો થયો છે. આ ભાંડો ફૂટતા આરોપી સામે પોલીસને ગુમરાહ કરવાની કલમ પણ અલગથી ઉમેરાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા – રાજકોટ હાઇવે ઉપર આવેલ હોટલ કમ્ફર્ટમા રૂમો ભાડે રાખી ટોકન ઉપર જુગાર રમાઈ રહ્યો હોય ટંકારા પોલીસે દરોડા દરમિયાન બહારથી જુગાર રમવા માટે હોટલ સુધી લાવનાર આરોપી ગોપાલભાઈ રણછોડભાઈ સભાડ, રહે.રાજકોટ, ચીરાગ રસીકભાઈ ધામેચા, રહે. રાજકોટ, ગાંધીગ્રામ, જુગારી રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા, રહે. ગામ ખરેડી તા. કાલાવડ, રવિ મસુખભાઈ પટેલ, રહે- મોરબી એવન્યુ પાર્ક, વિમલભાઈ રામજીભાઈ પટેલ, રહે. રાજકોટ, ભાસ્કરભાઈ પ્રભુભાઈ પારેખ, રહે. રાજકોટ, કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ, રહે. રાજકોટ, શૈલેષભાઈ ગંગદાસભાઈ ઠુમ્મર, રહે. રાજકોટ અને નિતેષભાઈ નારણભાઈ ઝાલરીયા, રહે. મોરબી અવની રોડ, મોરબી વાળા જુગાર રમતા રંગે હાથ પકડાઈ ગયા હતા જ્યારે આરોપી રજનીકાન્ત ભરતભાઈ દેત્રોજા રહે ચિત્રકુટ સોસાયટી નવા બસ સ્ટેન્ડ પાછળ મોરબી વાળાને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો.

- text

જો કે બાદમાં માલુમ પડ્યું હતું કે એક આરોપીએ પોતાનું રવિ મનસુખભાઇ પટેલ નામ ખોટું આપ્યું હતું. તેનું વાસ્તવિક નામ તીર્થ અશોકભાઈ ફળદુ હતું. ટંકારા પીઆઇ ગોહિલે જણાવ્યું કે જુગારધારા સાથે ખોટા નામ આપી ગુમરાહ કરવાની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે.

- text