મોરબીમાં ચોરાઉ બાઈક સાથે આરોપી પકડાયો

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના વાવડી રોડ ઉપર કપિલા હનુમાનજી મંદિર પાસેથી શંકાસ્પદ બાઈક લઈને નીકળેલા આરોપી પ્રકાશ ચંદુભાઈ નગવાડીયા રહે.ચીખલી તા.માળીયા વાળાને અટકાવી બાઈકના કાગળો માંગતા કાગળો નહિ હોવાનું જણાવતા પોલીસે પોકેટ કોપથી સર્ચ કરતા બાઈક ચોરીનું હોવાનું સામે આવતા આરોપી પ્રકાશની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આરોપી વિરુદ્ધ અગાઉ વાહન ચોરી, જુગારધારા, દેશી દારૂ અને મારા મારી સહિતના છ ગુન્હા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઇ ચુક્યા છે. હાલમાં પોલીસે 50 હજારની કિંમતનું બાઈક કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text