શનાળાના સરસ્વતી શિશુમંદિર ખાતે વાનગી અને લોકસાહિત્ય ગાયન સ્પર્ધા યોજાઈ

- text


શનાળા : તારીખ 26-10-2024 ને શનિવારના રોજ શનાળાના સરસ્વતી શિશુમંદિર ખાતે દિપાવલી પર્વ નિમિત્તે વાનગી અને લોકસાહિત્ય ગાયન પ્રતિયોગિતા રાખવામાં આવી હતી.

પ્રભાત તેમજ ધોરણ 1 થી 10ના વાલીઓએ બંને પ્રતિયોગીતામાં ભાગ લીધો હતો. બપોરે 1:30 કલાકે વાલીઓનું આગમન હતું. જેમાં દીપજ્યોત અને સ્વાગત પરિચય કરવામાં આવ્યું હતું. વિશેષ અતિથિ શીતલબેન પ્રશાંતભાઈ સીતાપરા જે વિદ્યાલયના સક્રિય વાલી છે તે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મંચસ્થ કાર્યકર્તા નિર્ણાયક ટીમ અને કાર્યકર્તાઓનો પરિચય થયો જેમાં નિર્ણાયક ટીમમાં વીરજીભાઈ ગોરીયા ભાવેશભાઈ જેતપરિયા વિદ્યાલયના આચાર્ય મેહુલભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા હતા. બાદ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં 35 જેટલા ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો હતો. દુહા, છંદ, ભજન, લોકગીત, લગ્નગીત, વિદાય ગીત વગેરે પ્રસ્તુતિઓ વાલીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી હતી. બંને કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અંતે સમાપનમાં વાનગી પ્રતિયોગિતાના નિર્ણાયક ચેતનાબહેન લાલાણી, લોકસાહિત્ય ગાયન પ્રતિયોગિતાના નિર્ણાયક મેહુલ શેઠ, ભાવેશભાઈ જેતપરિયા, શીતલબેન સીતાપરાએ કાર્યક્રમને અનુરૂપ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. સુનિલભાઈ પરમારે કાર્યક્રમને અનુરૂપ સમાપન સત્રમાં પ્રસ્તાવના આપી વાનગીની જે મીઠાશ હોય છે તેવી મીઠાશ આપણે પણ આપણામાં જીવનમાં લાવવી જોઈએ. વાનગીમાંથી આપણને આ એક ખુબ સરસ શીખવા મળે છે અને દિવાળી પર્વ વિશે સરસ વાતો કરી ત્યારબાદ બંને પ્રતિયોગિતાના પ્રતિભાઓમાંથી જે વાલી કે પ્રતિભાગી ઉત્તમ શ્રેણી પ્રાપ્ત કરી હતી. તેમને નિર્ણાયકો, અતિથિ વિશેષ ને વ્યવસ્થાપકો દ્વારા સ્મૃતિ ચિન્હનો, ભેટ, પ્રમાણપત્ર અને પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે ઉત્તમ શ્રેણી પ્રાપ્ત કરનારને પ્રમાણપત્ર અને પુસ્તક આપી સન્માનિત કર્યા હતા. નિર્ણાયક ટીમને પણ વિદ્યાલયના આચાર્યના હસ્તે સ્મૃતિભેટ આપવામાં આવી હતી. અંતમાં વિદ્યાલયના વ્યવસ્થાપક પરેશભાઈ મોરડીયાયે કાર્યક્રમને અનુરૂપ આભાર દર્શન કર્યું. ત્યારબાદ શાંતિ મંત્ર બોલી વાલીઓ છૂટા પડ્યા અને તે પછી વ્યવસ્થાપક, નિયામક અને આચાર્ય સર્વે સાથે મળી શુભેચ્છા બેઠક કરી જેમાં સુનિલભાઈ પરમાર દ્વારા બધાને શુભેચ્છા પાઠવી અને અલ્પાહાર કરી છુટ્ટા પડ્યા હતા.

- text

- text