ટંકારાના રામજી મંદિરનો કરાયો જીર્ણોદ્ધાર : ધાર્મીક કાર્યક્રમો યોજાયા

- text


ત્રણ હાટડી ચોરા ખાતે મહાયજ્ઞ, ધ્વજારોહણ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોમાં સ્થાનિકો ભાવભેર જોડાયા 

ટંકારા : ટંકારાના મધ્યે ત્રણ હાટડી વિસ્તારમાં આવેલ રામજી મંદિરનો નૂતન ધ્વજ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. સૌકાઓ જુનું રામજી મંદિર જર્જરીત થઈ ગયેલ હોય શેરીમાં વસતા રહેવાસીઓએ લોકફાળો કરી અંદાજે સાતેક લાખના ખર્ચે જીર્ણોદ્ધાર કરાવી આજે રંગેચંગે ધાર્મિક કાર્યક્રમો યોજયા હતા.

ગઈકાલે રાત્રે સંતવાણી અને આજરોજ સવારે નૂતન હવન કરવામાં આવ્યો ત્યારબાદ બપોરે મહાપ્રસાદ લઈ સાંજે ગામના આરાધ્યદેવ એવા શ્રી લક્ષ્મીનારાયણ દાદાની ધ્વજા રોહણનું પણ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ અંતે શાંતિ આરતી કરી સમગ્ર વિસ્તાર જય સીયારામના નાદથી ગુંજી ઉઠયો હતો.

- text

આ મંદિરની પૂજા અગાઉ ખાખી બાપુ કરતા હતા. આજથી 75 વર્ષ પહેલા વજેરામ મોહનદાસ કુબાવત ટંકારા આવી પૂજારી તરીકે રહ્યા હતા. હાલમાં નિવૃત્ત શિક્ષક રામપ્રસાદભાઈ કુબાવત આ મંદિરની પૂજા કરે છે. ધ્વજા રોહણનો રમેશભાઈ અણદાભાઈ ભુંકુ પરીવારે લાભ લીધો હતો. યજ્ઞના મુખ્ય યજમાન તરીકે મહેશભાઈ જેમલભાઈ રબારી પરિવારે લાભ લિધો હતો.

- text