આજે મોરબી અપડેટ દ્વારા રંગોળી સ્પર્ધા, જાહેર જનતા સાંજે 4.30 પછી રંગોળી નિહાળી શકશે 

- text


શકત શનાળા પાસે આવેલી શિશુ મંદિર શાળામાં યોજાશે સ્પર્ધા : 80થી વધુ સ્પર્ધકોએ લીધો ભાગ

મોરબી : મોરબીમાં આજે તારીખ 27 ઓક્ટોબરના રોજ મોરબી અપડેટ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. શકત શનાળા પાસે આવેલી શિશુ મંદિર શાળામાં યોજાયેલી આ સ્પર્ધામાં 80થી વધુ સ્પર્ધકોએ ભાગ લઈને વિવિધ કલાત્મક રંગોળીઓ બનાવશે. આ રંગોળીઓ સાંજે 4.30 પછી જાહેર જનતા નિહાળી શકશે.

દિવાળી પર્વ નિમિત્તે મોરબી અપડેટ દ્વારા મોરબી જિલ્લાની મહિલાઓ માટે રંગોળી સ્પર્ધાનું આયોજન મોરબીનાં શનાળા પાસે આવેલી શિશુ મંદિર વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીની મહિલાઓને વિનામૂલ્યે રંગોળી સ્પર્ધામાં પ્રવેશ અપાયો હતો. આ રંગોળી સ્પર્ધામાં 80થી વધુ સ્પર્ધકોએ ભાગ લઈને સુંદર કલાત્મક રંગોળીઓ બનાવશે. આ આકર્ષક રંગોળીઓ નિહાળવા માટે મોરબીની જનતા સાંજે 4.30 પછી સ્થળ પર આવી શકશે. તો આ રંગોળીઓ નિહાળવા માટે મોરબીની જાહેર જનતાને મોરબી અપડેટ દ્વારા આમંત્રણ છે.

- text

સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે તેમજ 1 થી 3 વિજેતા સ્પર્ધકોને આકર્ષક ઇનામો આપીને સન્માનીત કરવામાં આવશે. ઈનામોના સ્પોન્સર પારેખ જ્વેલર્સ છે.

- text