હળવદમાં ટ્રાફિકને નડતરરૂપ 33 વાહનો ડિટેઇન કરતું પોલીસ તંત્ર

- text


6 વાહનચાલકો સામે 283 મુજબનો કેસ કરાયો : કુલ રૂ.7600ના દંડ ફટકરાયા

હળવદ : હળવદ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોના ભંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પોલીસે આજે ટ્રાફિકની ખાસ ડ્રાઇવ યોજી હતી. જેમાં અનેક વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

- text

આજની ડ્રાઇવમાં 33 વાહનો જે રોડ રસ્તા ઉપર ટ્રાફિકને નડતરરૂપ હતા તેને ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ સાથે 6 વાહનચાલકો સામે 283 મુજબનો કેસ કરવમાં આવ્યો હતો. પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ કુલ રૂ.7600નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

- text