મોરબી-ટંકારા હાઇવે ઉપર હોટેલમાં રૂમ ભાડે રાખી જુગારધામ શરૂ કરાતા પોલીસનો દરોડો

- text


આધુનિક કેસીનો સ્ટાઇલ પ્લાસ્ટિકના ટોકન વડે રમાતો હતો જુગાર

બે ફોર્ચ્યુનર કાર સહિત 63.15 લાખનો મુદ્દામાલ કબ્જે કરતી ટંકારા પોલીસ

ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર આવેલ હોટલ કમ્ફર્ટમા બહારના માણસો અલગ અલગ નામે રૂમ ભાડે રાખી કેસીનો સ્ટાઇલમાં જુગારધામ શરૂ કર્યું હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડી નવ શખ્સોને 12 લાખ રોકડા તેમજ બે ફોર્ચ્યુનર કાર સહિત 65.15 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. મોટાભાગના જુગરીઓ રાજકોટના હોવાનું તેમજ જુગાર દરોડામાં એક આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે ફરાર જાહેર કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા પોલીસ મથકના પીઆઇ વાય.કે.ગોહિલને સચોટ બાતમી મળી હતી કે, ટંકારા – રાજકોટ હાઇવે ઉપર આવેલ હોટલ કમ્ફર્ટમા રૂમો ભાડે રાખી બહારથી માણસો બોલાવી આરોપીઓ હોટલના પાર્કિંગમાં રાખવામાં આવેલ ફોર્ચ્યુનર કારમાં રોકડા જમા કરાવ્યાં બાદ ટોકન આપે છે અને ટોકન ઉપર હોટલના રૂમમાં જુગાર રમાઈ રહ્યો છે. ઉક્ત બાતમીને આધારે ટંકારા પોલીસે હોટલ કમ્ફર્ટના રૂમ નંબર 105મા દરોડો પાડતા જુગાર રમતા શખ્સો ઝડપાઇ ગયા હતા.

- text

વધુમાં ટંકારા પોલીસે દરોડા દરમિયાન બહારથી જુગાર રમવા માટે હોટલ સુધી લાવનાર આરોપી ગોપાલભાઈ રણછોડભાઈ સભાડ, રહે.રાજકોટ, “મા શક્તિ” વૈશાલી નગર ૪, આમ્રપાલી ફાટક પાસે, ચીરાગ રસીકભાઈ ધામેચા, રહે. રાજકોટ, ગાંધીગ્રામ, જુગારી રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા, રહે. ગામ ખરેડી તા. કાલાવડ જી. જામનગર, રવિ મસુખભાઈ પટેલ, રહે- મોરબી એવન્યુ પાર્ક સોસાયટી, રવાપર રોડ, વિલભાઈ રાજીભાઈ પટેલ, રહે. તિરૂપતિ નગર સોસાયટી, રૈયા રોડ, રાજકોટ, ભાસ્કરભાઈ પ્રભુ પારેખ, રહે. પ્રહલાદ પ્લોટ, દીગ્વીજય રોડ, રાજકોટ, કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ, રહે. આર.કે. પાર્કની બાજુમા રાણી ટાવર પાછળ કાલાવડ રોડ, રાજકોટ, શૈલેષભાઈ ગંગદાસભાઈ ઠુમ્મર, રહે.શ્રીજી પાર્ક સોસાયટી, સત્યસાંઈ રોડ, રાજકોટ શહેર, નિતેષભાઈ નારણભાઈ ઝાલરીયા, રહે. ઉમા પાર્ક સોસાયટી, મોરબી અવની રોડ, મોરબી વાળા જુગાર રમતા રંગે હાથ પકડાઈ ગયા હતા જ્યારે આરોપી રજનીકાન્ત ભરતભાઈ દેત્રોજા રહે ચિત્રકુટ સોસાયટી નવા બસ સ્ટેન્ડ પાછળ મોરબી વાળાને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.

ટંકારા પોલીસે દરોડા દરમિયાન 12 લાખ રોકડા,બે ટોયોટા કંપનીની ફોર્ચુનર ગાડી કિંમત રૂપિયા 50 લાખ, આઠ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 1.15 લાખ તેમજ અંગ ઝડતીમાથી કબજે કરેલ અલગ -અલગ કલર તથા અલગ અલગ આંકડા લખેલ પ્લાસ્ટીકના કોઈન નંગ 225 સહિત કુલ રૂપિયા 63, 15,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ સફળ કામગીરી ટંકારા પીઆઇ વાય.કે.ગોહિલ, હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ હરીસિંહ, સાહીદભાઈ સિદ્દીકી, પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ ધનશ્યામસિંહ, કૃષ્ણસિંહ પૃથ્વીરાજસિંહ, બીપીનકુમાર અમરસીભાઈ તથા સોયેબભાઈ ગુલામભાઈ સહિતના સ્ટાફે કરી હતી.

- text