મોરબી કોંગ્રેસ આવતીકાલે નગરપાલિકામાં ‘હિસાબ દો’ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરશે

- text


આવાસ યોજના, 45-D અને નંદીઘર ભ્રષ્ટાચાર મામલે પાલિકા પાસેથી જવાબ માગશે

મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આવતીકાલે તારીખ 28 ઓક્ટોબર ને સોમવારના રોજ મોરબી નગરપાલિકા કચેરી વિરોધ પ્રદર્શન નોંધાવી વિવિધ મુદ્દે પાલિકા પાસેથી જવાબ માગવામાં આવશે.

મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે, મોરબી શહેરમાં આવાસ યોજના, 45-D હેઠળ જે કામ ન કરી શકાય છતાં કરવામાં આવ્યા હોય તે અને નંદીઘરમાં થયેલા ભ્રષ્ટાચાર મામલે મોરબી પાલિકાના ચીફ ઓફિસર અને કલેક્ટર પાસે આ અંગે માહિતીઓ માગવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી પાલિકા દ્વારા આ અંગે કોઈપણ પ્રકારની માહિતી કોંગ્રેસને આપવામાં આવી નથી. ત્યારે ભ્રષ્ટાચાર સહિતના આ મુદ્દાઓને લઈને હિસાબ મેળવવા આવતીકાલે 28 ઓક્ટોબરે સવારે 10:30 કલાકે મોરબી નગરપાલિકા કચેરી ખાતે ‘હિસાબ દો’ના નારા સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને માહિતી માંગવામાં આવશે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના તમામ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહેશે. જેથી આ વિરોધ કાર્યક્રમમાં મોરબીની જાહેર જનતાને પણ ઉપસ્થિત રહી પોતાના ટેક્સના પૈસાનો હિસાબ માગવા કોંગ્રેસ દ્વારા જણાવાયું છે.

- text

- text