મોરબીમાં ગૌ સેવાના લાભાર્થે મેગા ફટાકડા મોલનું ઉદઘાટન : અવનવી વેરાયટીનું રાહતભાવે વેચાણ

 

બગથળાની અભિલાષા ગૌ શાળામાં 100 જેટલી અંધ- અપંગ ગાયોની સેવા, ફટાકડા વેચાણથી થયેલો નફો તેવાં વપરાશે : શહેરમાં બે સ્થળોએ બનાવેલા ફટાકડા સ્ટોલમાં ઉદ્યોગકારો અને નિવૃત અધિકારીઓ સહિતના 80 લોકો આપી રહ્યા છે શ્રમદાન : અહીંથી ફટાકડા ખરીદી ગૌસેવાનો લાભ મેળવો

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં રવાપર રોડ ઉપર ઉમા હોલમાં જબરદસ્ત મેગા ફટાકડા સ્ટોલ નું ભવ્ય ઉદ્ઘાટન બગથળાના નકલંક મંદિરના મહંત દામજી ભગત તથા ટંકારા- પડધરીનાં ધારાસભ્ દુર્લભજીભાઇ દેથરિયાનાં હસ્તે કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી રહી હતી.

આ ફટાકડાનો સ્ટોર બગથળાની અભિલાષા ગૌશાળાનાં લાભાર્થે કરવામાં આવ્યો છે. મોરબીમાં દર વર્ષે ફટાકડા નાં ઘણા સ્ટોર થાય છે. પણ તે બધા સ્ટોર કરતાં અહીં ઘણા સસ્તા ભાવે વેચાણ કરવામાં આવે છે. આ વાત અહીં ખરીદી કરવા આવતા લોકો જ કહી રહ્યા છે.

આ ફટાકડા સ્ટોરમાં 80 લોકો સેવા આપી રહ્યા છે. તે બધા પોતાની રીતે સ્વેચ્છાએ સેવા કરે છે. આમાં ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝનાં માલિક છે ઘણા બધા કલાસ વન રીટાયર્ડ અધિકારી પણ છે. મોરબીવાસીઓને અપીલ કરવામાં આવી છે કે તમે દીપાવલી ફટાકડા ફોડીને ઉજવવાના જ છો, તો આપ ફટાકડાની ખરીદી અહીંથી કરીને ગૌ સેવાનો લાભ મેળવજો.

બગથળાની અભિલાષા ગૌ શાળામાં 100 જેટલી અંધ અને અપંગ ગાયો છે. જેની ગામનાં યુવાનો સેવા કરે છે. અત્યારે બે સ્ટોલ શરૂ કરવામાં આવ્યા છે. તો આપના નજીકના સ્ટોલ ખાતે ફટાકડા ખરીદવા આજે જ પધારો.

સ્થળ 1 : ઉમા હોલ
રવાપર ગામ પાસે, મોરબી

સ્થળ : 2 : જીઆઇડીસી,
સંસ્કાર ઇમેજિંગ સામે, મોરબી

મો.નં. 94272 13999