મોરબીમાં ધારાસભ્યના ભત્રીજાની દુકાન ખાલી નહિ કરનાર ભાડુઆત વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ

- text


લાંબા સમયથી ચાલતા વિવાદમાં લેન્ડગ્રેબિંગ મુજબ ફરિયાદ

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપમાં ધારાસભ્ય અને દુકાન માલિક વચ્ચે ચાલતા વિવાદમાં અંતે ધારાસભ્યના ભત્રીજાએ ભાડુઆત દુકાનદારે દુકાન ખાલી નહિ કરતા લેન્ડગ્રેબિંગ કાયદા મુજબ ફરિયાદ નોંધવતા પોલીસે ગુન્હો દાખલ કર્યો છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપમા દુકાન નંબર ડી -14ના ભાડુઆત ભુપેન્દ્રભાઈ સવજીભાઈ જેતપરિયાએ દુકાન ભાડે રાખ્યા બાદ માર્ચ 2023 સુધીનું ભાડું આપી બાદમાં દુકાનનું ભાડું નહિ ચૂકવી દુકાન ખાલી ન કરતા હોય ફરિયાદી કૌશિક શાંતિલાલ અમૃતિયાએ આરોપી ભુપેન્દ્રભાઈ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધ્યો છે.નોંધનીય છે કે આ અગાઉ દુકાન મામલે ઓડિયો કલીપ પણ વાયરલ થઈ હતી.

- text