નાની બરાર તાલુકા શાળામાં ‘બેગલેશ ડે’ની ઉજવણી કરાઈ 

- text


માળિયા (મિયાણા) : તારીખ 26-10-2024ના રોજ માળિયા (મિયાણા) તાલુકાની નાની બરાર તાલુકા શાળામાં બેગલેશ ડેની ઉજવણી કરવામાં આવી હતી.

આ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે વેશભૂષા, રાસ ગરબા અને રંગોળી બનાવવા જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ પ્રથમ સત્રમાં લેવાયેલ એકમ કસોટીમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ અને વેશભૂષા સ્પર્ધાના વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન રાકેશભાઈ ફેફર દ્વારા કરવામાં આવ્યું હતું.

- text

શાળાના આચાર્ય અવનીબેન પંડ્યા અને ચિરાગભાઈ પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન અને દિવાળીની શુભકામના પાઠવી હતી. કાર્યક્રમને અંતે શાળાના શિક્ષક અલ્પેશભાઈ મોવલિયા તરફથી બધા બાળકો અને શિક્ષકોને પાઉંભાજીનું ભરપેટ ભોજન જમાડવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહવર્ધક અને આનંદદાયક રહ્યો હતો.

- text