મોરબીની નવી મેડિકલ કોલેજ સામે ક્રેટા કાર પલ્ટી જતા યુવાનનું મોત

- text


મોરબી : મોરબી – રાજકોટ હાઇવે ઉપર શક્ત શનાળા નજીક નવી બની રહેલી મેડિકલ કોલેજ સામે ગત તા.8 ઓક્ટોબરના રોજ રાત્રીના સમયે જીજે – 36 – એસી – 1819 નંબરની હ્યુન્ડાઇ ક્રેટા કાર પલ્ટી મારી જતા કાર ચાલક સાવન સુરેશભાઈ સવસાણી ઉ.19 રહે. કલ્યાણપર, તા.ટંકારા વાળાને ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text