મોરબીની જ્ઞાનપથ સ્કૂલમાં અર્પિત મહિલા ટ્રસ્ટ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો 

- text


મોરબી : તા.26 ઓક્ટોબર 2024ના રોજ અર્પિત મહિલા ટ્રસ્ટ મોરબી દ્વારા શનાળા રોડ ખાતે આવેલી જ્ઞાનપથ સ્કૂલમાં ત્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં જ્ઞાનપથ સ્કૂલમાં પી.એમ. વિશ્વકર્મા યોજના અંતર્ગત તાલીમ મેળવેલા તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવા તથા બાગાયત વિભાગ હેઠળ ‘કિચન કેનિંગ મહિલા વ્રુતિકા’ તાલીમ મેળવેલ તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર આપવા અને શિક્ષણ ક્ષેત્રે એક દીકરીના સ્કૂલ ફીમાં આર્થિક સહયોગ આપનાર દાતાઓ નેલ્સનભાઈ ગડારા (લીઓલી સીરામીક મોરબી), મહેન્દ્રસિંહ ઝાલા માજીસરંપચ ગામ રંગપર, જુર્ઝર અમીનમોહસીનભાઈ નિવૃત કર્મચારી મોરબી નગરપાલિકા અને રમેશભાઈ આહીર કર્મચારી એલ.ઈ. કોલેજ મોરબીના સન્માન માટે સન્માન-કમ-આભાર પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં 100 થી 150 જેવા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ધારાસભ્ય કાંતીભાઈ અમૃતિયા અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ દાતાઓની પણ પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી હતી. આ પ્રમાણપત્રો અને સન્માનપત્રો મહાનુભાવોના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું આયોજન ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન ભાયાણી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શનનો દોરી સંચાર હરેશકુમાર ખડોદરા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ સંસ્થાના કેન્દ્ર હેડ ધરમભાઈ વૈષ્ણવ દ્વારા આભારવિધિ કરી કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવ્યો હતો.

- text

- text