જૂના કણકોટની ઘીયાવડ પ્રાથમિક શાળામાં રંગોળી સ્પર્ધા યોજાઈ 

- text


વાંકાનેર : શ્રી ઘીયાવડ પ્રાથમિક શાળા સી.આર.સી જૂના કણકોટ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

જેમાં ધોરણ BV થી 8 સુધીના બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. બાળકોએ ખૂબ જ સરસ રંગોળી તૈયાર કરી હતી. વૈદેહિબા, સૃષ્ટિબા, કિરણ, પ્રકાશ, અનીશબાનું, જલ્પા, ધર્મિષ્ઠા, એન્જલ, અફ્રોઝા, સમરાજ, મિત, મહેશ, રાજેશ્વરી, સેજલ, રસીલા વગેરે વિજેતા બન્યા હતા. સ્પર્ધાને સફળ બનાવવા તમામ શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી. વિજેતાઓને ઇનામોથી પ્રોત્સાહિત કરવામાં આવશે, તેમ આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text