મોરબીના વાંકડા ગામે 3 નવેમ્બરે નાટક અને કોમિક યોજાશે 

- text


મોરબી : મોરબીના વાંકડા ગામ સમસ્ત દ્વારા ગૌશાળા તથા પ્રાથમિક શાળાના લાભાર્થે તારીખ 3-11-2024 ને રવિવારના રોજ રાત્રે 10 કલાક દરમ્યાન ઉદાસીન ચોક વાંકડા ખાતે ઐતિહાસિક નાટક દેશપ્રેમી તથા કોમિક દીકરો દયારામનું ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ નાટક અને કોમિક નિહાળવા નાટકપ્રેમી જનતાને વાંકડા ગામ સમસ્ત દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text