પાક નુક્સાનીનો સર્વે અમને મંજૂર નથી : હળવદના ચાર ગામના સરપંચે બાયો ચડાવી 

- text


સોમવારે ખેડૂતો સાથે મામલતદારને રજૂઆત કરાશે : એસડીઆરએફની ગાઈડ લાઈન મુજબ સર્વે ન કરવા માંગ 

હળવદ : વરસાદના કારણે થયેલી પાક નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો છે. જે સર્વે હળવદ તાલુકાના ચાર ગામના સરપંચને મંજૂર ન હોય જેથી ગ્રામ પંચાયત દ્વારા એસડીઆરએફની ગાઈડલાઈન મુજબ સર્વે નહીં પરંતુ પાક નુકસાનીનો સર્વે કરવાની માંગ સાથે સોમવારે મોટી સંખ્યામાં હળવદ મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવનાર હોવાનું સરપંચો જણાવી રહ્યા છે.

તાજેતરમાં પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થયો જોકે આ સર્વે હળવદ તાલુકાના જુના દેવળીયા,અજીતગઢ,નવા ઘાટીલા અને ઘનશ્યામગઢના ખેડૂતોને મંજૂર ન હોય જેથી ગ્રામ પંચાયત દ્વારા એસડીઆરએફની ગાઈડલાઈન મુજબ નહીં પરંતુ પાક નુકસાની થઈ છે તેનો સર્વે કરવાની માંગ સાથે ખેડૂતોને સાથે રાખી તારીખ 28-10-2024ને સોમવારના રોજ સવારે 10:00 કલાકે હળવદ મામલતદારને રજૂઆત કરવામાં આવનાર હોવાનું પાંચેય ગામના સરપંચોએ જણાવ્યું છે.જેમાં ખેડૂતોએ મોટી સંખ્યામાં હાજર રહેવા અપીલ કરાઈ છે.

- text

જ્યારે આ અંગે હળવદ વિસ્તરણ અધિકારી મહેશ કાચરોલાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે વરસાદના કારણે થયેલ નુકસાનીનો સર્વે હળવદમાં પૂર્ણ કરવામાં આવ્યો છે.હળવદના 4200 જેટલા ખેડૂતોને નુકસાન થયું હોવાનું સર્વેમાં સામે આવ્યું છે.જોકે અજીતગઢ,જુના દેવળીયા,નવા ઘાટીલા અને ઘનશ્યામ ગઢની ગ્રામ પંચાયત દ્વારા આ સર્વે માન્ય ન હોય અને ગામના તમામ ખેડૂતોને 33% થી વધુ નુકસાન થયું હોય જેથી તમામ ખેડૂતોને સહાઈ ચુકવવાની માંગ સાથે એસડીઆરએફ ની ગાઈડ લાઈન મુજબનો સર્વે માન્ય ન હોય પાકનો સર્વે કરવા માંગ કરી છે‌.જેથી ઉપરોક્ત ચારેય ગામોમાં સર્વે થઈ શક્યો નથી.

- text