27 ઓક્ટોબરે ટંકારાના ત્રણ હાટડી વિસ્તારમાં રામજી મંદિરના નૂતન શિખર યજ્ઞ મહોત્સવનું આયોજન

- text


આજે રાત્રે ત્રણ હાટડી ચોકમાં ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન

ટંકારા : ટંકારાના ત્રણ હાટડી વિસ્તારમાં આવેલા રામજી મંદિરે નૂતન શિખર યજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે તારીખ 27 ઓક્ટોબર ને રવિવારના રોજ મંદિરે ધુન ભજન, યજ્ઞ, મહાપ્રસાદ, શ્રી લક્ષ્મીનારાયણ દાદાનો ધ્વજાજી મહોત્સવ સહિતના કાર્યક્રમો યોજાશે.

ટંકારાના ત્રણ હાટડી વિસ્તારમાં જીર્ણોદ્ધાર પામેલા શ્રી રામજી મંદિરના નૂતન શિખર યજ્ઞ મહોત્સવ પ્રસંગે 27 ઓક્ટોબરે સવારે 7-30 કલાકે મહાયજ્ઞ શરૂ થશે અને બપોરે 12-30 કલાકે યજ્ઞની પૂર્ણાહૂતિ થશે. બપોરે 11-30 કલાકે ચિત્રકુટધામ, પટેલ સમાજ વાડી, ઉમગણાનાકા, ટંકારા ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 4 કલાકે શ્રી લક્ષ્મીનારાયણ દાદાની ધ્વજાજી મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા સાથે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે ધ્વજારોહણ કરાશે. આ કાર્યક્રમ નિમિત્તે આજે તારીખ 26 ઓક્ટોબર ને શનિવારે રાત્રે 9 કલાકે ત્રણ હાટડી ચોક ખાતે સંતવાણી કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં અજયભાઈ પ્રજાપતિ અને દજ્ઞાબેન પરમાર ધુન-ભજનની રમઝટ બોલાવશે. તો આ કાર્યક્રમમાં સમગ્ર ત્રણ હાટડી વિસ્તારમાં અગાઉ અને હાલ રહેતા લોકોએ મહાપ્રસાદ લેવા અને કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text