ખેડૂતોને વળતરના ફોર્મ ભરવાનો સમયગાળો વધારવા માળિયા ખરીદ-વેચાણ સંઘની રજૂઆત

- text


માળિયા તાલુકા સહકારી ખરીદી વેચાણ સંઘ લી.ના ચેરમેન એમ.જી.બાવરવાએ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને કરી રજૂઆત

માળિયા (મિયાણા) : ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2024માં થયેલા પાક નુકસાનીમાં પેકેજમાં ફોર્મ ભરવાનો સમયગાળો વધારી આપવા બાબતે માળિયા તાલુકા સહકારી ખરીદી વેચાણ સંઘ લી.ના ચેરમેન એમ.જી.બાવરવા દ્વારા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સમક્ષ લેખિતમાં માગ કરવામાં આવી છે.

રજૂઆતમાં જાણવામાં આવ્યું છે કે, કૃષિ અને ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઠરાવથી સરકાર દ્વારા 2024માં ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં થયેલા ભારે વરસાદથી ખેડૂતોને મદદ રૂપ થવા ખાસ કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેનું ફોર્મ ભરવાની તારીખ 25-10-2024 થી 31-10-2024 સુધી છે. ત્યારે આ સમયગાળો ખૂબ ઓછો કહેવાય તો ફોર્મ ભરવાની મુદ્દતમાં 10 દિવસનો વધારો કરી આપવા માગ કરવામાં આવી છે.

- text

- text