મોરબીમાં ઓર્ગેનિક વસ્તુઓનો વપરાશ વધારવા સંગઠન બનાવવાની પહેલ

- text


લોકો જાતે જ શાકભાજી તેમજ અનાજ અને ફળોનું વાવેતર કરે અને તેનો જ ઉપયોગ કરે તેવો ઉદ્દેશ

મોરબી : મોરબીમાં ઓર્ગેનિક ખેતી અને એના ઉત્પાદનો તરફ લોકો વળે અને તે સરળતાથી મળે એ દિશામાં આગળ વધવા માટે સંગઠન બનાવવામાં આવશે.

આ સંગઠન બનાવવાનો મુખ્ય ઉદ્દેશ તંદુરસ્ત સમાજનાં નિર્માણ માટેનો છે. જેમાં સૌને સાથે મળીને રસાયણમુક્ત ઓર્ગેનિક / પ્રાકૃતિક ઉત્પાદનો તરફ વળવાની પહેલ કરવામાં આવશે. હાલની પરિસ્થિતિમાં આરોગ્ય વિષયક અનેક પડકાર ઉભા થઈ રહ્યા છે. કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ સહિતના રોગો સમાજને અજગર ભરડો લઈ રહ્યા છે.આ માટેના અનેક કાણો પૈકીનું એક મહત્વનું કારણ છે ખેત ઉત્પાદનોમાં પેસ્ટીસાઈડ અને જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ.

- text

આ પરિસ્થિતિમાં મોરબીના આરોગ્ય પ્રત્યે સજાગ લોકોનું એક સંગઠન બનાવીને સૌને ઓર્ગેનિક ખેતી અને એના ઉત્પાદનો સુલભ થાય એ દિશામાં આગળ વધવા પ્રયત્ન થઈ રહ્યો છે. આ સંગઠન બનાવવાનો મુખ્ય ઉદ્દેશ જાતે જ શાકભાજી તેમજ અનાજ અને ફળોનું વાવેતર કરીએ અને તેનો જ ઉપયોગ કરીએ એ દિશામાં આગળ વધવાનો છે.તો રસ ધરાવતા લોકો વધારે માહિતી તેમજ ગ્રુપ માં જોડાવવા માટે મણીભાઈ ગડારા મો.નં. 9428277391નો સંપર્ક કરે એવી જાહેર અપીલ કરવામાં આવી છે.

- text