હળવદ પોલીસ એક્શન મોડમાં : દેશી દારૂ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે લાલ આંખ

- text


લોક દરબારમાં ઉછળેલા પ્રશ્નો નિવારવા પોલીસે કડકાઈ દાખવી : બે જ દિવસમાં દેશી દારૂના છ કેસ નોંધ્યા, ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઢગલાબંધ વાહનોને દંડયા, પેટ્રોલિંગ પણ વધાર્યું

હળવદ : હળવદ પોલીસ એક્શન મોડમાં આવી છે. છેલ્લા બે જ દિવસમાં પોલીસે કડક કાર્યવાહી કરી ટ્રાફિક નિયમના ભંગ, દેશી દારૂની બદી સામે લાલ આંખ કરી છે. આ ઉપરાંત દિવાળીને ધ્યાને લઇ પેટ્રોલિંગ પણ વધાર્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તાજેતરમાં પોલીસનો લોકદરબાર યોજાયો હતો. જેમાં વિવિધ પ્રશ્નો ઉછળ્યા હતા. પોલીસે આ વેળાએ કડક કાર્યવાહીની બાહેંધરી આપી હતી. જે મુજબ છેલ્લા 2 દિવસથી હળવદ પોલીસ ગેરકાનૂની પ્રવૃત્તિ સામે કડકાઈથી કામગીરી કરી રહી છે.

હળવદ પોલીસ દ્વારા નગરમા ટ્રાફિક નિયમોનો ભંગ કરતા ઢગલાબંધ વાહનચાલકોને દંડયા છે. આ ઉપરાંત બે જ દિવસની અંદર પોલીસે દેશી દારૂના છ કેસ નોંધ્યા છે. જેમાં આજે ચુપણી ગામે પાવર હાઉસની સામે રોડ ઉપર જાહેરમાં એક પિકઅપ ગાડીમાં 600 લીટર દેશીદારૂ સાથે આરોપી અજયભાઈ ધીરુભાઈ ખમાણીને પકડી 1,20,000ની કિંમતનો દેશીદારૂ પણ પકડી પાડ્યો છે.

- text

આ ઉપરાંત દિવાળીના તહેવારો આવી રહ્યા છે. ત્યારે શાંતિપૂર્ણ વાતાવરણ રહે તે માટે પોલીસે પેટ્રોલિંગ પણ વધાર્યું છે. આ ઉપરાંત રાત્રીના સમયે હોમગાર્ડને પણ સતર્ક રહેવા સૂચનાઓ આપી હોવાનું જાણવા મળ્યું છે.

- text