ગુજરાત સરકારની દિવાળી ભેટ,મોરબીના પ્રાંત, ડીએસઓ, મામલતદાર બદલાયા

- text


326 ડેપ્યુટી કલેકટર, મામલતદારોની બઢતી બદલી : રાજ્યના 44 મામલતદાર ડેપ્યુટી કલેકટર બન્યા, 85 નાયબ મામલતદાર બન્યા મામલતદાર

મોરબી : ગુજરાત સરકારે લાંબા સમય બાદ ગઈકાલે મોડી સાંજે 326 ડેપ્યુટી કલેકટર, મામલતદાર અને નાયબ મામલતદારોની બદલી અને બઢતી અંગેના ઓર્ડર કર્યા હતા જે અન્વયે મોરબી જિલ્લામાં 15 અધિકારીઓ બદલાયા છે. બદલી હુકમ અન્વયે મોરબીના પુરવઠા અધિકારીની બદલી થઈ છે તેમના સ્થાને રાજકોટ મામલતદારને પ્રમોશન મળતા મોરબી ડીએસઓ તરીકે નિયુક્ત થયા છે.

ગુજરાત સરકારે ગઈકાલે મોડી સાંજે બઢતી બદલીના હુકમો કર્યા હતા જેમાં 44 મામલતદારોને ડેપ્યુટી કલેકટર તરીકે પ્રમોશન આપી 85 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે પ્રમોશન આપ્યા છે. કુલ મળી 326 અધિકારીઓની બદલી – બઢતી અંગે હુકમ કરવામાં આવ્યા હતા. આ બદલી હુકમ અન્વયે મોરબી પુરવઠા અધિકારી સંદીપ વર્માની ગાંધીનગર બદલી કરવામાં આવી છે તેમના સ્થાને રાજકોટ મામલતદાર જે.વી.કાકડીયાને ડીએસઓ તરીકે મુકવામાં આવ્યા છે.

- text

આ ઉપરાંત વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીની જૂનાગઢ બદલી કરવામાં આવી છે. કલેકટર ઓફિસના ડેપ્યુટી કલેકટર સુબોધ દુદકીયાને ગીર સોમનાથ મુકવામાં આવ્યા છે તેમની જગ્યાએ અમદાવાદ પ્રાંત ઉમંગ પટેલને મોરબી મુકવામાં આવ્યા છે. જ્યારે વેઇટિંગમાં રહેલા ડો.વિપુલ સાકરીયાને વાંકાનેર પ્રાંત તરીકે મુકવામાં આવ્યા છે. આર.આર.ખાંભરાને નાયબ ચૂંટણી અધિકારી મોરબી તરીકે મૂકી ખાલી જગ્યા ભરવામાં આવી છે.

જ્યારે વાંકાનેર મામલતદાર યુ.વી.કાનાણીને કલોલ મુકવામાં આવ્યા છે અને માળીયા મામલતદાર ખેંગાર સાનિયાને વાંકાનેર મુકવામાં આવ્યા છે. ડિઝસ્ટર મામલતદાર જે.એસ.સિંધીને ગાંધીધામ કચ્છ મૂકી, હળવદ મામલતદાર મધુસુદન પરમારને મોરબી મુકવામાં આવ્યા છે.મોરબી ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતાની રાજકોટ બદલી કરી ઉપલેટા મામલતદાર એમ.ટી.ધનવાણીને મોરબી ગ્રામ્યમાં મુકવામાં આવ્યા છે. ટંકારાના કેતન સખીયાની પડધરી ખાતે બદલી કરવામાં આવી છે તેમના સ્થાને કચ્છના પ્રફુલચંદ્ર ગોરને મુકવામાં આવ્યા છે.

- text