મોરબીમાં સેન્ટર પોઈન્ટ વિદ્યાલય દ્વારા કેરિયર અવરનેસ પ્રોગ્રામ યોજાયો

- text


મોરબી : સેન્ટર પોઈન્ટ વિદ્યાલય કોમર્સ વિભાગ દ્વારા કેરિયર અવરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 12 કોમર્સ પછી ઉચ્ચતમ કારકિર્દી ઘડતર માટે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જે.કે.શાહ ઇન્સ્ટિટ્યુટ રાજકોટથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મૌલિકભાઈ ટોલિયા તેમજ મોરબીથી કંપની સેક્રેટરી જયકિશનભાઈ ફેફર દ્વારા C.A., C.S., M.B.A., UPSC, LLB વગેરેની તૈયારી ની સંપૂર્ણ માહિતિ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ વચ્ચે ગ્રુપ ચર્ચા તથા પ્રશ્નોતરીના કાર્યક્રમ સરસ આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાંદીપની એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સંચાલકો તથા શાળાના આચાર્ય અને સમગ્ર સ્ટાફ એ જહેમત ઉઠાવી હતી.

- text

- text