મોરબી આઈટીઆઈ ખાતે કૌશલ્ય દિક્ષાંત સમારોહ યોજાયો

- text


8 ટ્રેડના 24 તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરાયા

મોરબી : આજ રોજ તારીખ 26 ઓક્ટોબર ને શનિવારના રોજ મોરબી આઈટીઆઈ ખાતે પરીક્ષા વર્ષ ઓગસ્ટ 2024માં પાસ થયેલા તાલીમાર્થીઓ માટે કૌશલ્ય દિક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૂલ 8 ટ્રેડના 24 તાલીમાર્થીઓને પ્રથમ, દ્વિતિય અને તૃતીય ક્રમ પ્રમાણે શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા તથા પદવીદાન સમારોહ અંતર્ગત સર્ટિફિકેટ એનાયત કરાયા હતા.

મહત્વનું છે કે, આજ રોજ સમગ્ર ભારતની તમામ આઈટીઆઈમાં એક સાથે Skill Convocation Ceremony (કૌશલ દિક્ષાંત સમારોહ)ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પાસ આઉટ થયેલા 27 તાલીમાર્થીને અલગ અલગ કંપનીમાં જોબ પ્લેસમેન્ટ થયું હતું તે પૈકી પાંચ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ ફોર એપ્રિસિએશનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલીમાર્થીઓને સંસ્થા તરફથી મુખ્યમંત્રી એપ્રિન્ટીસ યોજના અને આગળ અભ્યાસની ઉજ્જવળ તકો અંગેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના આચાર્ય તરફથી પ્રાસંગિક ઉદબોધન અને સર્વે પદવી પ્રાપ્ત તાલીમાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

આઈટીઆઈ મોરબીના IMCના ચેરમેન રાજુભાઈ ધમાસણા અને વાઈસ ચેરમેન અતિતભાઈ કાસુન્દ્રા તરફથી પ્રેરક પ્રાસંગિક ઉદબોધન થકી તાલીમાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આઈટીઆઈ મોરબીના ભૂતપૂર્વ કર્મચારી સુનિલભાઈ અઘારાએ તમામ સ્ટાફમિત્રો અને તાલીમાર્થીઓના ઉજજ્વળ ભવિષ્ય માટે યોગ્ય માર્ગદર્શક પ્રવચન આપી કારકિર્દીલક્ષી પ્રગતિના રાહબર બન્યા હતા.

- text

- text