માળીયા (મિ.)માં ખેલાયેલ ખૂની ખેલમાં સામસામી ફરિયાદ નોંધાઈ

- text


જૂની અદાવતમાં યુવાન સાથે ફરી ઝઘડો થતા વાત વણસી : સિંગલ બેરલ, જોટો અને પિસ્તોલ સહિતના હથિયાર વડે ધીંગાણું : હજુ સુધી એક પણ આરોપી નથી પકડાયા

મોરબી : મોરબીના માળીયા મિયાણામાં ગઈકાલે જૂની અદાવતમાં નમાજ સમયે યુવાન સાથે થયેલા ઝઘડામાં બે જૂથ સામસામે આવી ગયા બાદ સિંગલ બેરલ, જોટો અને પિસ્તોલ, તલવાર, છરી પાઇપ સહિતના હથિયાર વડે હુમલો કરવામાં આવતા એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જયારે દસેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જૂથ અથડામણની આ ઘટનામાં બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા માળીયા મિયાણા પોલીસે સામસામી ફરિયાદ નોંધી છે. જો કે, હજુ એક પણ આરોપી પકડાયો નથી.

માળીયા મિયાણા ખાતે જૂની અદાવતમાં થયેલ જૂથ અથડામણમાં ફરિયાદી ખમીસા ઓસમાણભાઈ જેડા (46)એ યુસુફ સબીરભાઈ સંધવાણી, મયુદ્દીન ફારુકભાઈ જામ, નૂરમામદ ઉર્ફે દાદા જામ, હુસેન કાસમભાઇ જામ, સલીમ સુભાન કટિયા, હબીબ નૂરમામદ જામ, ફારુક હબીબ જામ, કાસમ હબીબ જામ, કાદર હબીબ જામ અને ગુલામઅલી ઉમર જેડા રહે. બધા માળિયા વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, ફરિયાદીના કાકાના દીકરા સોહિલ સાથે યુસુફ, મયુદ્દીન, નૂરમામદ અને હુસેન માથાકૂટ કરતા હતા અને ત્યાર બાદ બાકીના આરોપીઓ ત્યાં બંદૂક, છરી, ધોકા વગેરે જેવા હથિયાર લઈને આવ્યા હતા અને ફાયરિંગ કર્યું હતું જેમાં હૈદર ઇલ્યાસ જેડાને ગંભીર ઇજા થતા મોત નીપજ્યું હતું

- text

જ્યારે સામા પક્ષે સલીમ સુભાન કટિયાએ આરોપી અજર ઇલ્યાસ, હૈદર ઇલ્યાસ જેડા, ઇલ્યાસ જેડા, લતીફ સલીમ, આસિફ શકુરભાઈ, યાસીન ઈશા, અરબાઝ સલીમ, ખમીસા ઓસમાણ, સિકંદર જાનમામદ, અલી હબીબ જેડા, ફારુક ઇલ્યાસ જેડા, હનીફ ઇલ્યાસ જેડા, સલીમ જેડા અને સમસીર જેડા સામે ફરિયાદ નોંધાવી જુના મનદુખમાં ફારુકભાઈના દીકરા નૂરમામદ ઉર્ફે ડાડા જામ સાથે આરોપીઓ બોલાચાલી કરી માથાકૂટ કરી રહ્યા હતા અને ધોકા, પાઇપ વડે હુમલો કરી ફાયરિંગ કર્યું હતું. મારામારી અને ફાયરિંગની આ ઘટનામાં માળિયા મિયાણા પોલીસે સામસામે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

- text