મોરબીના જુના નાગડાવાસ ગામે બે દરોડામાં 654 બોટલ દારૂ ઝડપાયો 

- text


બન્ને દરોડામાં આરોપીઓ ફરાર, એક દરોડામાં ક્રેટા કારમાં અને બીજા દરોડામાં મારુતિ ફ્રન્ટીમાંથી દારૂ મળ્યો 

મોરબી : મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે વિદેશી દારૂનો જંગી જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમીને આધારે મોરબી ક્રાઇમબ્રાન્ચ અને મોરબી તાલુકા પોલીસે બે અલગ – અલગ દરોડામાં અલગ-અલગ કારમાંથી કુલ રૂપિયા 4,77,772ની કિંમતની વિદેશી દારૂની બોટલો ઝડપી લઈ મારુતિ ફ્રન્ટી કાર તેમજ હ્યુન્ડાઇ ક્રેટા કાર કબ્જે કરી હતી. જો કે, બન્ને દરોડામાં આરોપીઓ પોલીસને હાથ લાગ્યા ન હતા.

પ્રથમ દરોડામાં મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમે બાતમીને આધારે જુના નાગડાવાસ ગામે આરોપી દાદુભાઇ બચુભાઈ મેતાના કબ્જા ભોગવટા વાળા મકાનના ફળિયામાં મારુતિ 800 ફ્રન્ટી ગાડીમાં દારૂનો જથ્થો ભરેલ હોવાની બાતમીને આધારે દરોડો પાડતા કારમાંથી અલગ -અલગ બ્રાન્ડની 318 બોટલ કિંમત રૂપિયા 2,50,228 તેમજ 50 હજારની ફ્રન્ટી કાર મળી કુલ રૂપિયા 3,00,228નો મુદામાલ કબ્જે કર્યો હતો. જો કે, આરોપી દાદુભાઇ બચુભાઈ મેતા હાજર નહીં મળી આવતા ફરાર દર્શાવી મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

જયારે બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે આરોપી ભાવેશ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગાના વરંડામાં દરોડો પાડતા હુન્ડાઈ ક્રેટા કારમાંથી વિદેશી દારૂની 336 બોટલ કિંમત રૂપિયા 2,27,544 મળી આવતા 5 લાખની ક્રેટા કાર કબ્જે કરી કુલ રૂપિયા 7,27,544નો મુદામાલ કબ્જે કરી ક્રેટા કારના માલિક તેમજ કાર જ્યાંથી મળી આવી તે વરંડાના માલિક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

- text