મહેન્દ્રનગર 66 કેવીના લાઈન ઈન્સ્પેક્ટરનો નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો

- text


મોરબી : 66 કેવી મહેન્દ્રનગર એસ.એસના લાઈન ઈન્સ્પેક્ટર એન.એન. ચૌધરીનો નિવૃત્તિ સન્માન સમારંભ ગત તારીખ 24 ઓક્ટોબરના રોજ મોરબી એ. સબ સ્ટેશન ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને એ.કે.પટેલ (કાર્યપાલક ઇજનેર) તથા અતિથિ વિશેષ પી.ડી.પટેલ (પીજીવીસીએલ નાયબ ઇજનેર) તેમજ જુનિયર ઈજનેર ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભમાં એજીવીકેએસના હોદ્દેદારો ઝાલાભાઈ, કાવરભાઈ, જાડેજાભાઈ, કર્મચારી મિત્રો અને નિવૃત્ત થઈ રહેલા એન.એન. ચૌધરીનું મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય બાદ શેરસિયા સાહેબે સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમજ પી.ડી. પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમને યાદગાર બનાવવા માટે મોરબી A સબ સ્ટેશનના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. મોરબી બી.એસએસ સ્ટાફ દ્વારા ચૌધરીભાઈને મોમેન્ટ તથા સાલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેટકો કંપની તરફથી ચૌધરીભાઈને શાલ શેરસિયા સાહેબે ઓઢાડી હતી. તો કૂંડારીયા સાહેબ સન્માન કરી કાર્યપાલક ઈજનેર સાહેબે ચાંદીનો સિક્કો આપ્યો હતો અને સેવા પ્રમાણપત્ર ફળદુ સાહેબ દ્વારા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિશેષ રાજકોટ મંડળી દ્વારા શ્રી ભંગદેવભાઈ દ્વારા ચૌધરીભાઈનું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું. તેમજ તેમજ એજીવીકેએસ યુનિયન તરફથી યાદગાર શ્રેષ્ઠ સભ્યનો શિલ્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ એ. કે. પટેલે ચૌધરીભાઈનું નિવૃત્ત જીવન સુખ સમૃદ્ધિ આરોગ્યમય વીતે તેવી શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમનું આભાર દર્શન અઘારા (એડીશનલ સર્કલ સેક્રેટરી મોરબી)એ કર્યું હતું. સંચાલન કે.આઈ. ગોસાઈ દ્વારા કરાયું હતું. કાર્યક્રમ પૂર્ણ થયે એન.એન. ચૌધરી દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

- text

- text