વાંકાનેરની એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ દ્વારા કપડા અને મીઠાઈનું વિતરણ કરાયું

- text


વાંકાનેર : વાંકાનેરની શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ દ્વારા 151 ઘરના સેવા વસ્તીમાં રહેતા પરિવારજનોના તમામ સભ્યો માટે કપડાની એક-એક જોડી એમ હજાર જોડી કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં ગાત્રાળ રાજાવડલા સેવા વસ્તી, રાજકોટ ફોડ સેવા વસ્તી અને રાતીદેવડી રોડ પર રહેતા તમામ લોકોને કપડા સાથે ગળ્યા સાટા, ચવાણુ બિસ્કીટ ચોકલેટ, પફ, કેળા ફુલજર, રમકડા, ચંપલ વગેરે ઘણી બધી વસ્તુ પહોંચાડી એક નાનકડું કોડિયું બની થોડોક પ્રકાશ અને આનંદ દિવાળી પર્વ પહેલા આ બધા માસુમ અને નિદોર્ષ બાળકોના જીવનમાં લાવવા પ્રયત્ન કર્યો છે. ઘણા બધા સ્નેહીજનો તરફથી આ પ્રયાસમાં સહ્યોગ મળ્યો છે. અન્ય બાકી તમામ ખર્ચ એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયના તમામ સ્ટાફગણ દ્વારા કરવામાં કરવામાં આવ્યો હતો. આ કાર્યમાં ટ્રસ્ટીગણે પણ સહયોગ કર્યો હતો અને વિદ્યાર્થિનીઓમાં કરૂણા અને દયાભાવ જગાવવા તેમજ પોતાની પ્રિય વસ્તુમાંથી થોડો મોહ ઓછો કરી વિદ્યાર્થિનીઓ અન્યને આપતા થાય તે માટેના સુંદર પ્રયત્ન માટે શાળાના આચાર્ય દર્શનાબેન અને સ્ટાફગણ દ્વારા જે દર વર્ષે પ્રયત્ન કરવામાં આવે છે. તેને વિદ્યા ભારતીના પ્રમુખ અમરશીભાઈ અને યુવા સંગઠનના પ્રમુખ વિનુભાઈ રૂપારેલીયા અને તમામ ટ્રસ્ટીગણે સરાહના કરી હતી.

- text

- text