ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલયમાં મહિલા સુરક્ષા અંગે વિદ્યાર્થિનીઓને માહિતી અપાઈ

- text


ટંકારા : આજે તારીખ 25 ઓક્ટોબર ને શુક્રવારના રોજ ટંકારા તાલુકાની ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે સ્ત્રી સુરક્ષા સંગઠન અને પોલીસ પરિવાર દ્વારા મહિલા સુરક્ષા અંગે જાણકારી પૂરી પાડતો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં 500 જેટલી વિદ્યાર્થિનીઓએ હાજર રહીને ઉપયોગી માહિતી મેળવી હતી. આ કાર્યક્રમમાં સ્ત્રી સુરક્ષા સંગઠનના અધિકારી યશભાઈ પરમાર, યુગભાઈ પૂજારા અને કાવ્યભાઈ કવૈયા તથા મોરબી મહિલા પોલીસ સ્ટેશનના PI પી. એચ. લખધીરકા, ટંકારા પોલીસ શી ટીમ ઈન્ચાર્જ પ્રવીણભાઈ તથા તેમના સહકર્મી સભ્યો હાજર રહ્યા હતા.

- text

- text