મોરબીમાં રીક્ષાચાલકે ધોળે દહાડે બે યુવાનને છરીની અણીએ લૂંટયા

- text


સાપર ગામની સીમમા સિરામિક ફેકટરીમાં કામ કરતા બે શ્રમિકો વતન જવા માટે રીક્ષામાં બેઠા અને લૂંટાયા

મોરબી : મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં સિરામિક ફેકટરીમા કામ કરતા ઓરિસ્સાના વતની બે યુવાનો વતનમાં જવા માટે રીક્ષામાં બેસી મોરબી આવતા હતા ત્યારે પીપળી નજીક અવાવરું જગ્યાએ રીક્ષા ચાલકે બન્ને મિત્રોને છરી બતાવી રૂ.20 હજાર લૂંટી લેતા બનાવ અંગે અજાણ્યા રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં સ્પેન્ટાગોન સિરામિક ફેકટરીમાં મજૂરીકામ કરતા અને ફેકટરીમાં જ રહેતા ફરિયાદી રામચંદ્ર જુધિષ્ઠિરભાઈ ભુયાન ઉ.21 નામનો યુવાન તેમના મિત્ર સાથે વતન ઓરિસ્સા જવા માટે મોરબી તરફ આવવા એક રીક્ષામાં બેઠા હતા ત્યારે રીક્ષા ચાલકે પીપળી ગામની સીમમાં હાઇવેને જોડતા આરસીસી રોડ પાસે અવાવરુ જગ્યાએ રીક્ષા લઈ જઈ બન્ને યુવાનોને છરી બતાવી હોય તેટલા પૈસા આપી દેવાનું કહી રૂપિયા 20 હજાર લૂંટી લઈ બાદમાં બન્ને યુવાનોને મોરબી હાઉસિંગ બોર્ડ પાસે ઉતારી નાસી ગયો હતો. બનાવ અંગે રામચંદ્રકુમારે મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા રીક્ષા ચાલક વિરુદ્ધ ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text