માળીયા મિયાણા નજીક પવનચક્કીમાંથી કોપર વાયર ચોરી જનાર ચાર પકડાયા

- text


સૂઝલોન પવનચક્કીમાંથી 3.35 લાખનો વાયર ચોરનાર ભચાઉના તસ્કરો પાસેથી 1.60 લાખનો વાયર અને બે બાઈક કબ્જે કરાયા

મોરબી : માળીયા મિયાણા તાલુકાના બગસરા ગામની સીમમાં આવેલ સૂઝલોન કંપનીની પવનચક્કીના તાળા તોડી તસ્કરો રૂપિયા 3.35 લાખની કિંમતની ત્રાંબાનો વાયર ચોરી જતા માળીયા મિયાણા પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખી કચ્છના ભચાઉ તાલુકાના ચાર તસ્કરોને ચોરીમાં ગયેલ વાયર તેમજ બે બાઈક સહિત 2.10 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના બગસરા ગામની સીમમાં આવેલ સૂઝલોન કંપનીની પવનચક્કીમાંથી કોપર વાયરની ચોરી થતા મેઘુભા ભાણજીભા પરમાર રહે.વવાણીયા વાળાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીની ઘટનાને અંજામ આપનાર આરોપી લાલજીભાઇ બાબુભાઇ મેજરાની, સંજયભાઇ વશરામભાઇ મેજરાની, કિશનભાઇ નાગજીભાઇ મેજરાની અને પંકજભાઇ ચકુભાઇ મેજરાની, રહે. તમામ, લલીયાણા, તા.ભચાઉ, જી.કચ્છ-ભુજ વાળાઓને 320 કિલોગ્રામ વાયર કિંમત રૂપિયા 1.60 લાખ તેમજ બે બાઈક કિંમત રૂપિયા 50 હજાર મળી 2.10 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

- text