માળિયા(મી.)ના વાગડીયા ઝાંપે બે જૂથો વચ્ચે ફાયરિંગ : એકનું મોત, એસપી ઘટના સ્થળે

- text


યુવાનો વચ્ચે થયેલ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું : સામસામાં પક્ષે અનેક લોકો ઘાયલ : પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો

મોરબી : માળિયા મિયાણાના વાગડીયા ઝાંપે બે પક્ષો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું હોય અને બન્ને પક્ષના કેટલાક લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક રીતે જાણવા મળતી વિગતો મુજબ વાગડિયા ઝાપે નમાઝ પઢયા બાદ યુવાનો વચ્ચે થયેલ બોલાચાલી બાદ બે પક્ષો સામસામે આવી ગયા હતા. જેમાં સામસામે ફાયરિંગ પણ થયા હતા. આ બનાવ અંગે ડીવાયએસપી પી.એ.ઝાલાએ જણાવ્યું કે ઇલ્યાસ જેડા અને ફારૂક જામ આ બન્ને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં બન્ને પક્ષેથી ફાયરિંગ થયાનું પણ જાણવા મળ્યુ છે. હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. બીજી તરફ એસપી ઘટના સ્થળે પહોંચ્યા છે.

 

આ બનાવમાં એક પક્ષે સલીમ સુભાનભાઈ કટિયા ઉ.વ.34, ફારૂક હબીબ જાણ ઉ.વ.33, ગુલામ અલી ઉંમર જેડા ઉ.વ 30, કાસમ હબીબ જામ ઉ.વ.36, યુસુફ સબીર સંધવાણી ઉ.વ.18, મોમુદિન ફારૂક જામ ઉ.વ.17 અને હુસેન કાસમ જામ ઉ.વ.12 ને ઇજા પહોંચી છે. તો સામે પક્ષે હૈદર ઈલ્યાસ જેડાને ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું. જ્યારે સિકંદર જાનમહમદભાઈ જેડા ઉ.વ.30ને ગંભીર ઇજા થતાં રાજકોટ રીફર કરવામાં આવ્યા છે. જયારે ખમીસબહ બાઈ ઓસમાણભાઈ જેડા ઉ.વ.48ને મોરબી સારવાર હેઠળ છે. આ બનાવ બાદ વધુ કોઈ બીજો બનાવ ન બને એ માટે પોલીસે બનાવ સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. તો હોસ્પિટલ ખાતે પણ એ ડિવિઝન પીઆઈ હકુમતસિંહ જાડેજા સહિતની ટીમનો બંદોબસ્ત ગોઠવાઈ ગયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

મૃતકનો ફાઇલ ફોટો 

- text

- text