નેશનલ સાયન્સ સેમિનારની સ્પર્ધામાં વિરપરની નાલંદા વિદ્યાલયની વિદ્યાર્થિની ત્રીજા નંબરે

- text


મોરબી : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ( ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર) ગાંધીનગર પ્રેરિત “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જિલ્લા દ્વારા નેશનલ સાયન્સ સેમિનાર- 2024/25નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાકક્ષાએ શ્રી નાલંદા વિદ્યાલય વિરપર મોરબીનાં બે પ્રોજેક્ટ્સ વિજેતા થયા હતા. આ વિજેતાઓ રાજ્ય કક્ષાએ તા. 23-10-2024 નેશનલ સાયન્સ સેમિનાર 2024 /25 સાયન્સ સિટી અમદાવાદ ભાગ લેવા ગયા હતા. જેમાં નાલંદા વિદ્યાલય- વિરપરની ધોરણ 10ની વિદ્યાર્થિની માકાસણા આયુષી જીતેન્દ્રભાઈએ સમગ્ર રાજ્યમાં તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેઓએ નાલંદા વિદ્યાલય વિરપર, ઉપરાંત માર્ગદર્શક શિક્ષકો, મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

આ સિદ્ધિ હાંસલ કરવા બદલ જિલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતા, E.I પ્રવીણભાઈ આંબરીયા તથા “આર્યભટ્ટ ‘લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી તરફથી દિપેનભાઈ ભટ્ટ તથા એલ.એમ.ભટ્ટ તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

- text

- text