મોરબીમાં 15 દિવસમા સાત મુસાફરોને લૂંટી લેનારો રીક્ષા ચાલક પકડાયો

- text


પીપળી નજીક ઓરિસ્સાના બે શ્રમિકને લૂંટી લેવાની ઘટનામાં પોલીસને મળી સફળતા, અન્ય છ ગુન્હા કબુલતો લૂંટારું

મોરબી : મોરબીના ઔધોગિક વિસ્તારમાંથી એકલ દોકલ પરપ્રાંતીય શ્રમિકની રીક્ષામાં બેસાડયા બાદ અવાવરું જગ્યાએ લઈ જઈ છરી બતાવી નાણાં પડાવી લેવા અંગેની ચોંકાવનારી ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયા બાદ ગણતરીની કલાકોમાં પોલીસે આરોપી રીક્ષા ચાલકને ઝડપી લઈ આવા લૂંટના કુલ છ બનાવનો ભેદ ઉકેલી નાખ્યા છે, આરોપીએ છેલ્લા 15 દિવસમાં જ કુલ 7 ઘટનાને અંજામ આપી લૂંટ કર્યાનું સામે આવ્યું છે.

મોરબીના પીપળી રોડ ઉપર ઓરિસ્સાના વતની બે શ્રમિકો પાસેથી બળજબરીથી છરી બતાવી 20 હજાર પડાવી લેવાની ઘટનામાં અજાણ્યા રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ મોરબી તાલુકા પોલીસે હ્યુમનસોર્સને કામે લગાડી ઘટનાને અંજામ આપનાર આરોપી ભરત દિપક દેવીપૂજક રહે.કુબેર રોડ, મોરબી વાળાને ઝડપી લેતા આરોપીએ છેલ્લા 15 દિવસમાં જ આવી 7 ઘટનાઓને અંજામ આપી રૂપિયા પોણો લાખ જેટલી રકમ અલગ અલગ શ્રમિકો પાસેથી પડાવ્યાનુ સામે આવ્યું છે.

- text

વધુમાં આરોપી દિપક દેવીપૂજક પરપ્રાંતીય શ્રમિકોને જ શિકાર બનાવતો હોવાનું તેમજ અગાઉ 3500થી લઈ 20 હજાર સુધીની રકમ છરી બતાવી બેલા, લાલપર, પીપળી, રંગપર અને જેતપર નજીકથી પડાવી લીધી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે એક સીએનજી રીક્ષા, 20 હજાર રોકડા, બે મોબાઈલ અને એક છરી સહિત 1,35,150નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text