મોરબીના કેડા ગ્રુપને ત્યાં ઇન્કમટેક્સના દરોડામાં 7.70 કરોડની રોકડ સિઝ

- text


મોરબી : મોરબીમાં વિશ્વપ્રસિદ્ધ ચાઈનીઝ કંપની કેડા ગ્રુપ સાથે જોડાયેલ પેઢીઓ ઉપર ડીજીજીઆઈ બાદ ઇન્કમટેક્સ વિભાગે કરેલી દરોડાની કાર્યવાહીમાં રૂપિયા 7.70 કરોડની રોકડ સિઝ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જો કે, હિસાબી તપાસ હજુ પણ ચાલુ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text

રાજકોટ સેન્ટ્રલ જીએસટી દ્વારા મોરબીમાં સિરામિક એકમોને સ્પેરપાર્ટ્સ, ઇન્ક, એબ્રેસિવ સહિતની પ્રોડક્ટ સપ્લાય કરતી કેડા કંપની સાથે જોડાયેલ પેઢીઓ ઉપર દરોડાની કાર્યવાહીમાં ઇન્કમટેક્સ પણ જોડાયું હતું. ઇન્કમટેક્સની દરોડાની કાર્યવાહીમાં રોકડા રૂપિયા 7.70 કરોડ મળી આવતા સિઝ કરવામાં આવ્યા હોવાનું અને તપાસનો દૌર હજુ પણ ચાલુ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text