કૃષિ રાહત પેકેજ માટે અરજી કરવા ૨૫ થી ૩૧ ઓક્ટોબર સુધી ડિજિટલ પોર્ટલ ખુલ્લુ રહેશે

- text


લાભ મેળવવા માટે ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતે VCE/VLE મારફત અરજી કરવાની રહેશે

મોરબી : ઑગસ્ટ અને સપ્ટેમ્બર – ૨૦૨૪ માં થયેલ ભારે વરસાદના કારણે થયેલ પાક નુકશાન અન્વયે ‘ખાસ ક્રુષિ રાહત પેકેજ – ૨૦૨૪’ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામા આવ્યું છે. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઑનલાઇન અરજીઓ મેળવવા માટે તા. ૨૫/૧૦/૨૦૨૪ થી ૩૧/૧૦/૨૦૨૪ સુધી પોર્ટલ ખુલ્લું રહેશે

- text

આ ખાસ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતે VCE/VLE મારફત અરજી કરવાની રહે છે. આ પેકેજ હેઠળ લાભ મેળવવા ખેડૂત મિત્રોએ અરજી કરવા 7-12, 8- અ અને આધાર કાર્ડની નકલ જોડવા સૌ ખેડૂત મિત્રોને જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદડીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text