મોરબી અપડેટ દ્વારા 27 તારીખે “રંગોળી સ્પર્ધા”નું આયોજન, રજિસ્ટ્રેશન માટે આવતીકાલે અંતિમ દિવસ

- text


મોરબી : મોરબીમાં આગામી તારીખ 27 ઓક્ટોબરના રોજ મોરબી અપડેટ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે હવે રજિસ્ટ્રેશન કરાવવા એક જ દિવસ બાકી છે. મોરબી અપડેટ આયોજિત રંગોળી સ્પર્ધામાં મોરબી જિલ્લાની કોઈ પણ મહિલા વિનામૂલ્યે ભાગ લઈ શકશે.

મોરબીનાં શનાળા પાસે આવેલી શિશુ મંદિર વિદ્યાલય ખાતે 27 ઓક્ટોમ્બર, રવિવારે બપોરે 2 વાગ્યે સ્પર્ધા યોજાશે. આ રંગોળી સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટે 25 ઓક્ટોબર અંતિમ દિવસ છે. સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે તેમજ 1થી 3 વિજેતા સ્પર્ધકોને આકર્ષક ઇનામો આપીને સન્માનીત કરવામાં આવશે. ઈનામોના સ્પોન્સર પારેખ જ્વેલર્સ છે. રજિસ્ટ્રેશન કરાવવા માટે આવતીકાલે અંતિમ દિવસ હોય વહેલી તકે રજિસ્ટ્રેશન માટે નિરાલી વિડજા : 8141680092 અથવા ધરતીબેન બરાસરા : 9825941704 અથવા અમીષા રાચ્છ : 8780041764નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

રંગોળી સ્પર્ધાના નિયમોની વાત કરીએ તો

– રંગોળી સ્પર્ધામાં ભાગ લેનારે સ્પર્ધાના સ્થળે ત્રણ કલાકની સમય મર્યાદામાં પોતે એકલાએ રંગોળી બનાવવાની રહેશે. અન્ય વ્યક્તિની મદદ નહીં લઈ શકાય.

– રંગોળી માટે પાકા કલરનો ઉપયોગ નહિ કરી શકાય, નેચરલ ચિરોડી કલરનો જ ઉપયોગ કરવાનો રહેશે.

– રંગોળી માટેના કલરો, જરૂરી સાધનો તેમજ અન્ય જરૂરી વસ્તુઓ સ્પર્ધકે પોતાના ખર્ચે લાવવાના રહેશે.

– રંગોળીની સાઈઝ 4×4 ફૂટની ફિક્સ રાખવાની રહેશે.

- text