મિટ્ટીકુલવાળા મનસુખભાઈએ IIT રૂડકીમાં આયોજિત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં આપ્યું માર્ગદર્શન

- text


લોકોના જીવન પર સીધી અસર કરતી સમસ્યાઓના ઉકેલ સાથે જ ઇનોવેશનની થાય છે : મનસુખભાઇ પ્રજાપતિ

મોરબી: ક્વીન્સ યુનિવર્સિટી- કેનેડાના સહયોગથી IIT રૂડકીએ ઇનોવેટિવ ડિઝાઇન ફોર એક્સેલન્સ, એફોર્ડેબિલિટી એન્ડ સસ્ટેનેબિલિટી (IDEAS-2024) નામના પ્રથમ આંતરરાષ્ટ્રીય સિમ્પોસિયમનું આયોજન કર્યું હતું. જેમાં વિશ્વ પ્રસિદ્ધ મિટ્ટી કુલ વાળા વાંકાનેરના મનસુખભાઇ પ્રજાપતિએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.

આ ઐતિહાસિક કાર્યક્રમમાં ભારત, નેપાળ, કેનેડા, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડના પ્રતિનિધિઓ સહિત વિશ્વભરના 150 થી વધુ સંશોધકો, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વેળાએ મોરબી જિલ્લાના ગૌરવ એવા મિટ્ટી કૂલના પ્રણેતા મનસુખભાઈ પ્રજાપતિ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

- text

પ્રોફેસર હેઈદી પ્લુગ, ક્વીન્સ યુનિવર્સિટીમાં એન્જીનીયરીંગમાં મહિલા અધ્યક્ષ, મુખ્ય અતિથિ તરીકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને STEM ક્ષેત્રોમાં વિવિધતાના મહત્વ પર માર્ગદર્શન આપ્યું હતું. મુખ્ય અતિથિ મનસુખભાઈ પ્રજાપતિએ તેમની અને મિટ્ટીકુલની પ્રેરણાદાયી સફર વર્ણવી હતી તેઓએ કહ્યું કે, “ઈનોવેશનની શરૂઆત લોકોના જીવન પર સીધી અસર કરતી સમસ્યાઓના ઉકેલ સાથે થાય છે, હું વાસ્તવિક રીતે સમસ્યા ઉકેલવાની આ જ ભાવના જોઉં છું.

- text