મોરબીથી ઉત્તરાખંડની ટ્રેન ચાલુ કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પીએમને રજૂઆત

- text


મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને લેખિત રજૂઆત કરીને મોરબી થી ઉત્તરાખંડ સુધીની ટ્રેન ચાલુ કરાવવા માગ કરી છે.

રજૂઆતમાં કિશોરભાઈ ચિખલીયાએ જણાવ્યું છે કે, મોરબી જિલ્લો દેશભરમાં સિરામિક ઉદ્યોગના કારણે જાણીતો છે. મોરબીની ટાઈલ્સ વિશ્વના ખુણે ખુણે જાય છે. પરંતુ અફસોસની વાત છે કે મોરબીને આજદિન સુધી લાંબા અંતરની ટ્રેન મળી નથી. ગરીબ અને મધ્યવર્ગના લોકોની ઈચ્છા હોય છે કે તેઓ જીવનમાં ચારધામની યાત્રા કરે. પરંતુ ટ્રેનની સુવિધા ન હોવાથી તેઓ ચારધામની યાત્રા કરી શકતા નથી. ત્યારે મોરબીથી ઉત્તરાખંડ જવા માટે અઠવાડિયામાં ત્રણ ટ્રેનની સુવિધા મળે તો મોરબી સહિત સૌરાષ્ટ્રના લોકોને ચારધામની યાત્રાનો લાભ મળી શકે છે. તેથી મોરબીથી ઉત્તરાખંડ એક્સપ્રેસ ટ્રેન સેવાનો આરંભ કરવામાં આવે તેવી માગ વડાપ્રધાન સમક્ષ કરાઈ છે.

- text

- text