બંગાવડી ગામે શ્વાનોનો શિકાર બનેલા વાછરડાનો જીવ બચાવતા સેવાભાવી લોકો

- text


મોરબી : બંગાવડી ગામમાં એક વાછરડાને કુતરાઓએ શિકાર બનાવ્યું હતું. ત્યારે ગામના સેવાભાવી લોકોએ વાછરડાને છોડાવી તેની સારવાર કરીને તેનો જીવ બચાવ્યો હતો.

બે વર્ષના વાછરડાને 10 થી 15 કુતરા દ્વારા બંને બાજુના કાન કાપી નાખવામાં આવ્યા હતા. આ બનાવ રાત્રીના 2:00 વાગ્યાની આસપાસ બનેલો હતો. આ દરમિયાન જાગૃત નાગરિક એવા કેશવજીભાઈ રાત્રે વાછરડાને છોડાવવા માટે મથામણ કરી પરંતુ 10 થી 15 કૂતરા હોવાથી તેના મોટાભાઈ અને સેવા વૃત્તિની ભાવના ધરાવનાર એવા છગનબાપાને જાણ કરવામાં આવી અને બંને ભાઈઓએ એ વાછરડાને કુતરાના ચુગાલમાંથી બચાવ્યું હતું.

- text

આ બનાવની જાણ થતા બંગાવડી ગૌસેવક એવા દિનેશભાઈ બગથરાને કરવામાં આવી અને સવારના અરસામાં દિનેશભાઈ તથા તેના સાથી મિત્ર એવા સતિષભાઈ દેત્રોજા બંને સાઢુ ભાઈ વાછરડાને ગૌશાળાએ લઈ ગયા અને ગામના બીજા ગૌસેવક એવા શિવલાલભાઈ મેંદપરાએ વાછરડાને દવાનો મલમ લગાડી તથા પાટાપીડી કરી અને પ્રાથમિક સારવાર કરી હતી.

- text