પ્રતિબંધિત પેટકોકનો વપરાશ કરવાના પ્રકરણમાં સિરામિક એકમના ડિરેક્ટરોનો નિર્દોષ છુટકારો

- text


પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે શ્વેત સિરામિક સામે પેટકોકનો વપરાશ કર્યાનો કેસ કર્યો હતો દાખલ

વાંકાનેર : વાંકાનેરના સરતાનપર નજીક આવેલ શ્વેત સિરામિક્સમાં પ્રતિબંધિત પેટકોકનો ઉપયોગ થવાના કેસમાં ફેકટરીના ડિરેક્ટરોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.

આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના તત્કાલીન પ્રાદેશિક અધિકારી કે.બી.વાઘેલાએ શ્વેત સિરામિક્સ પ્રા. લી.ના ડિરેક્ટર્સ જયેશ હેમરાજ ભલોડિયા તથા ત્રિલોક હંસરાજ ભલોડિયાએ સિરામિક ટાઇલ્સના ઉત્પાદનમાં પ્રતિબંધીત પેટકોકના ઉપયોગ કર્યા બદલ તથા તેનાથી ફેલાયેલા સલ્ફર ડાયોકસાઈડના ઝેરી પ્રદૂષણ સબબ ગંભીર સજા તથા દંડ ફરમાવવા એર એક્ટ હેઠળ વાંકાનેર કોર્ટમાં ફરિયાદ કરી હતી.

- text

જે કેસ ચાલી જતાં પેટકોકના ઉપયોગથી ૭% થી વધુ એસ.ઓ.ટુ. નું પ્રદૂષણ થયેલ છે તે મહત્વની બાબત સાબિત ન થતાં તથા પેટકોક હતો કે કોલ હતો તે હકીકત સાબિત ન થતાં તથા ઇન્સ્પેક્શન કરાયેલ યુનિટ શ્વેત સિરામિક પ્રા.લી. હતું. તે અગત્યની હકીકત સાબિત ન થતાં તથા તત્કાલીન પ્રાદેશિક અધિકારી અને તેમના સ્ટાફ અન્ય અધિકારીઓની પરસ્પર વિરોધાભાસી જુબાનીઓ ધ્યાને લઈ અદાલતે પ્રદૂષણ બોર્ડ કેસ સાબિત ન કરી શકતા ફેક્ટરીના બંને માલિકોનો નિર્દોષ છુટકારો ફરમાવેલ છે. માલિકો વતી વકીલ તરીકે બી.એન. શેઠ તથા નિશ શેઠ રોકાયેલા હતા.

- text